ગરમા ગરમ ચાની અનોખી પરબ, તરભ વાળીનાથ મહોત્સવમાં વિશેષ વ્યવસ્થા, જુઓ

|

Feb 21, 2024 | 1:54 PM

પીવાના પાણીના માટેની પરબ તો જોઈ હશે, પરંતુ ચા પીરસવા માટે પરબ જેવી વ્યવસ્થા જોઈ છે ખરી. આવી જ વ્યવસ્થા તરભ વાળીનાથ મંદીરે મુકવામાં આવી છે. તરભ વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. તેમના માટે ચાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પાણીની પરબ અત્યાર સુધી તમે જોઈ હશે. પરંતુ મહેસાણાના તરભમાં ગરમા ગરમ ચાની પરબ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશેષ વ્યવસ્થા દ્વારા શ્રદ્ધાળુઓને માટે ગોઠવવામાં આવી છે. અહીં એક સાથે 3000 થી 3500 લોકો ચા પી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પ્રતિદિવસ દોઢ લાખ લોકો ચા પી રહ્યા છે.

અહીં દૂધની સરસ ચાની વ્યવસ્થાનો લાભ પણ ભક્તો ખુશી ખુશી લઈ રહ્યા છે. ખાસ કરીને દેસાઈ-રબારી સમાજનો પ્રસંગ કે મહોત્સવ હોય અને ચા વિના જાણે કે અધૂરો હોય એમ કહેવાય. આમ લાખો લોકો પધારનારા હોય તો તેમને માટે ચા ગરમા ગરમ પીરસવી એ પડકાર સમાન છે. એમ છતાં સુંદર રીતે આ વ્યવસ્થાને ઉભી કરીને લોકોને ચા પીરસવામાં આવી રહી છે.

નળથી પીરસાય છે ચા

અહીં દરરોજ દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓને ચા પીરસવા માટે જેમ પાણીની પરબમાં નળ લાગેલા હોય એમ જ અહીં ચા માટે નળ લગાવ્યા છે. પાણીના નળની જેમ જ અહીં ચકલી ખોલતા જ ચા નિકળવા લાગે છે. ગરમા ગરમ ચા એક સાથે 3500 જેટલા લોકોને પીરસી શકાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર

દૈનિક સાડા ત્રણ હજાર લીટર દૂધમાંથી આ ચા બનાવવામાં આવે છે. જે તૈયાર ચા એક ટાંકીમાં ભરવામાં આવે છે. જે ટાંકીમાંથી ચા પાઈપ મારફતે નળ સુધી પહોંચે છે. જ્યાં નળ ખોલતા જ ગરમા ગરમ ચા કપમાં ભરાઈ જાય છે. આ માટે શ્રદ્ધાળુઓએ જાતે જ ચાને પોતાના કપમાં ભરીને તેનો લ્હાવો માણવાનો હોય છે. આમ ચા માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:43 pm, Wed, 21 February 24

Next Video