Vadodara Rape Case : સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, મેડિકલ તપાસમાં થયો ખુલાસો, જુઓ Video

| Edited By: | Updated on: Oct 06, 2024 | 6:53 PM

વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના મામલાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસની છથી વધુ ટીમ તપાસમાં લાગી છે. સમગ્ર શહેરમાં ઠેર-ઠેર નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ ઘટનામાં 3 નારાધમોએ દુષ્કર્મ આચર્યું હતું.

વડોદરામાં ભાયલી વિસ્તારમાં તેના મિત્ર સાથે બેસેલી સગીરા પર કેટલાક નરાધમો પૈકી 3 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાનો મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો હતો. ઘટના સ્થળેથી સગીરાના ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મ મામલે પોલીસ તપાસ તેજ બની છે. પોલીસે નજીકના વિસ્તારના તમામ CCTV ફૂટેજની કરી ચકાસણી શરૂ કરી છે. છથી વધુ પોલીસની ટીમ આરોપીઓની શોધખોળમાં લાગી ચૂકી છે.

પીડિત સગીરાનુ ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ પણ કરાયું હતું. E.N.T, સર્જરી અને ગાયનેક વિભાગના તબીબોએ આ ચેકઅપ કર્યું. પોલીસ દ્વારા રાત્રી દરમિયાન વાહનોનું સઘન ચેકિંગ પણ કવરમાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ઠેરઠેર નાકાબંધી પણ કરાઈ અને અવાવરૂ સ્થળોએ પેટ્રોલિંગ વધારાયું છે.

વર્ષ 2019માં વડોદરા શહેરની મધ્યમાં આવેલા નવલખી મેદાનમાં રાતના અંધારામાં મિત્ર સાથે બેઠેલી સગીરા પર બે નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચકચારી ઘટના બની હતી. આ બનાવમાં બે આરોપીઓને પકડવામાં પોલીસને દિવસો લાગ્યાં હતા. હાલ બન્ને આરોપીઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે. આ ઘટનાના ચાર વર્ષ બાદ વડોદરામાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે.