રાજકોટમાં દારુની રેલમછેલ ! માંડા ડુંગર વિસ્તારમાં દેશી દારુ બનાવતી ભઠ્ઠી પર દરોડા, જુઓ Video
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકાર વસ્તુઓ ઝડપાતી રહે છે. ત્યારે રાજકોટમાં દેશી દારુ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. માંડા ડુંગર વિસ્તારમાં દેશી દારુની ભઠ્ઠી ધમધમતી હોવાનું સામે આવ્યુ હતુ.
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકાર વસ્તુઓ ઝડપાતી રહે છે. ત્યારે રાજકોટમાં દેશી દારુ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. માંડા ડુંગર વિસ્તારમાં દેશી દારુની ભઠ્ઠી ધમધમતી હોવાનું સામે આવ્યુ હતુ. મળતી માહિતી અનુસાર પીઠડ આઈ સોસાયટીની અંદર જ દારુ તૈયાર કરવામાં આવતો હતો. ત્યાર બાદ અલગ અલગ ફ્લેવરમાં દેશી દારુના પાઉચ બનાવવામાં આવતા હતા.
ઓરેન્જ અને વરીયાળી ફ્લેવર્સનો બનાવવામાં આવતો હતો દારુ
ઓરેન્જ અને વરીયાળી ફ્લેવર્સનો પણ દેશી દારૂ બનાવવામાં આવતો હતો. પીસીબીએ બાતમીના આધારે દરોડો પાડીને મહેશ કરમશી ડાભી નામના શખ્સની ધરપકડ કરી છે.પોલીસે 114 લીટર દારૂ, હેન્ડ ઓપરેટર સેલર પંચ સિલીંગ મશીન સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. આ ઉપરાંત પાઉચ બનાવવાના પ્લાસ્ટિકના રોલ, વિવિધ ફ્લેવરની બોટલો સહિત ₹24 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.