સુરતના અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, આખા રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી, જુઓ Video

| Edited By: | Updated on: Dec 22, 2024 | 1:15 PM

સુરતના અમરોલીમાં વરિયાવ રિંગ રોડ પર એક એસિડ ટેન્કર પલટી ગયું, જેના કારણે રોડ પર એસિડ ફેલાયું અને ભારે અફરાતફરી મચી ગઈ. એસિડના ધુમાડાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી એસિડને પાણીથી ડાઇલ્યુટ કર્યું. ઘટનાને પગલે વાહન વ્યવહારને પણ અસર થઇ હતી.

સુરતના અમરોલીમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અમરોલી વિસ્તારમાં વરિયાવ રિંગ રોડ પર એક એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ હતુ. જે પછી એસિડ સમગ્ર રોડ પર ઢોળાઇ ગયુ હતુ. એસિડ ખૂબ જ સ્ટ્રોંગ હોવાને કારણે રસ્તા પર ધુમાડા ધુમાડા જોવા મળી રહ્યા હતા. આ ઘટના બનતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતના અમરોલીમાં વરિયાવ રિંગ રોડ પર ટર્ન લેતા સમયે સર્કલ પાસે આ ટેન્કર પલટી મારી ગયું હતુ. રોડ પર એસિડ ઢોળાતા રોડ બળવા લાગ્યો હતો. હવામાં એસિડની દુર્ગંધ ફેલાતા આસપાસના લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી. એસિડ રસ્તા પર ઢોળાવાને કારણે વાહન વ્યવહાર પણ અસર જોવા મળી હતી. ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

જે પછી ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી એસિડને ડાઈલ્યુટ કરાયું હતુ.જેથી એસિડનો ઝેરી ગેસ લોકોના શ્વાસમાં ન જાય અને અમરોલીમાં રહેતા રહીસોને તેના કારણે હાલાકીનો સામનો કરવો પડે નહીં.