Ahmedabad Video : ટ્રાફિક સમસ્યાનો સામનો કરવા ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો કરાશે ઉપયોગ
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકટ થઇ રહી છે.પહેલાની સરખામણીમાં રોડ પર વાહનો વધી રહ્યાં છે. ફોર વ્હિલરની સંખ્યા વધવાને કારણે પણ ટ્રાફિક વધી રહ્યો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા સામે હવે શહેર ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેશે.
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકટ થઇ રહી છે. પહેલાની સરખામણીમાં રોડ પર વાહનો વધી રહ્યાં છે. ફોર વ્હિલરની સંખ્યા વધવાને કારણે પણ ટ્રાફિક વધી રહ્યો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા સામે હવે શહેર ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેશે. ટ્રાફિક પોલીસની સંખ્યા વધારી રોડ પર ટ્રાફિક પોલીસની હાજરી વધારાશે. આ સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અંગેની માહિતી પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર મલિકે આપી છે.
શહેરમાં એસપી રિંગ રોડ પર સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે. જેને લઇને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગરમાં આવતો વિસ્તાર પણ અમદાવાદ શહેરમાં સમાવવા ગૃહ વિભાગને દરખાસ્ત મોકલવમાં આવી છે.
દેશમાં બેંગ્લોરમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ છે. ત્યારે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને બેંગ્લોરમાં તાલીમ અર્થે મોકલવામાં આવ્યા છે. જ્યાં અધિકારીઓ ટ્રાફિક કન્ટ્રોલ માટે AI સિસ્ટમનો અભ્યાસ કર્યો છે. તેમજ બેંગ્લોરની ટ્રાફિક પ્રણાલી પ્રમાણે અમદાવાદમાં ટેકનોલોજીની મદદથી ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયાસ કરશે.