Ahmedabad Video : અઘરુ ગણિત વિદ્યાર્થીઓને લાગ્યુ સહેલુ , પેપર પૂરુ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
રાજ્યમાં ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા શરુ થઈ ગઈ છે. આજે ધોરણ 10માં ગણિતનું પેપર હતુ.સામાન્ય રીતે મોટા ભાગના બાળકોને ગણિત વિષય અઘરો લાગે છે. પરંતુ આજે ગણિતનું પેપર પૂર્ણ થતા વિદ્યાર્થીઓના ચહેરા પર રોનક જોવા મળી હતી.
રાજ્યમાં ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા શરુ થઈ ગઈ છે. આજે ધોરણ 10માં ગણિતનું પેપર હતુ.સામાન્ય રીતે મોટા ભાગના બાળકોને ગણિત વિષય અઘરો લાગે છે. પરંતુ આજે ગણિતનું પેપર પૂર્ણ થતા વિદ્યાર્થીઓના ચહેરા પર રોનક જોવા મળી હતી. ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર વિદ્યાર્થીઓને સરળ લાગ્યું છે.
સૌથી અઘરા માનવામાં આવતા ગણિત વિષયનું પેપર એકદમ સહેલું રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓના મત અનુસાર પેપર શરુ થતા પહેલા ચિંતા હતી પરંતુ પેપર સહેલુ આવતા રાહત અનુભવી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર સ્ટાન્ડર્ડ ગણિતના વિષયમાં માત્ર 2 ટ્રિકી પ્રશ્ન હતા.
Published on: Mar 13, 2024 03:39 PM