Dwarka News : સર્વેશ્વર મહાદેવ મંદિરનો લોકમેળો જાહેર જનતા માટે મુકાયો ખુલ્લો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 07, 2024 | 11:43 AM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં મીની તરણેતરની ઉપમા પામેલા શક્તિનગર વિસ્તારમાં યોજાતા શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે ભારે વરસાદના પગલે લોકો જન્માષ્ટમીના લોકમેળાની મજા નથી માણી શક્યા. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં મીની તરણેતરની ઉપમા પામેલા શક્તિનગર વિસ્તારમાં યોજાતા શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળાને દિવસના શિરેશ્વર લોકમેળાને રાજ્યના કેબિનેટ પ્રધાન મુળુ બેરાના હસ્તે ખુલ્લો મૂકાયો. ત્યારે આ વર્ષે સરકારે જાહેર કરેલ ગાઈડલાઈન મુજબ નિયુક્ત થયેલ કમિટીએ લોક મેળાની તમામ યાંત્રિક રાઈડ્સનું ઇન્સ્પેક્શન કર્યું. કોઈપણ જાતની દુર્ઘટના ન સર્જાય તે હેતુસર કમિટી દ્વારા તપાસ કરવામાં આવી.

બીજી તરફ મેળો શરૂ થઈ ગયા બાદ પણ હજુ સુધી રાઇડ્સના પરફોર્મન્સ લાયસન્સની પ્રક્રિયા ચાલુ હોવાથી યાંત્રિક રાઇડ્સો બંધ છે. હવે જોવાનું એ રહ્યું કે ક્યારે આ મેળામાં લોકો રાઈડ્સની મજા માણી શકશે.