Rain News : અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, બજારોમાં પાણી ફરી વળ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 26, 2024 | 1:28 PM

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલીના રાજુલા, જાફરાબાદ શહેર અન્ય ગ્રામ્ય પંથકમા ધોધમાર વરસાદ વરસ્યો છે. જાફરાબાદ તાલુકના હેમાળ કડીયાળી બાબરકોટ નાગેશ્રી સહિત આસપાસના ગામડામાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલીના રાજુલા, જાફરાબાદ શહેર અન્ય ગ્રામ્ય પંથકમા ધોધમાર વરસાદ વરસ્યો છે. જાફરાબાદ તાલુકના હેમાળ કડીયાળી બાબરકોટ નાગેશ્રી સહિત આસપાસના ગામડામાં વરસાદ વરસ્યો છે. રાજુલા શહેરની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. રાજુલા જાફરાબાદ પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં પાકને લઈ ચિંતા થઈ રહી છે.

વડોદરાના કરજણ શહેરમાં ભારે પવન સાથે વરસાદ

કરજણ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવનના કારણે શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ચાલુ વરસાદે કરજણ ફાયર વિભાગે ખડેપગે કાર્યવાહી કરી છે. નેશનલ હાઇવે 48 ધાવત ચોકડી ઓવર બ્રિઝ પાસે બાજુમાં કરજણ સર્વિસ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું, જેમા કરજણ ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી કરી વૃક્ષો દૂર કર્યા હતા.