ભારતીય રેલવે મુસાફરો માટે મહત્વનો ચુકાદો, ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં ,જુઓ Video

|

Jun 18, 2024 | 2:24 PM

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ટ્રેન મોડી થતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનરે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ટ્રેન મોડી થતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનરે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. 3 કલાકથી વધુ સમય માટે ટ્રેન મોડી થતા ફરિયાદીને 7000 રુપિયા ચૂકવવા હુકમ આપ્યો છે.

માનસિક ત્રાસના 5000 રુપિયા અને ફરિયાદ ખર્ચના 2000 રુપિયા ચુકવવાનો આદેશ કરાયો છે. ફરિયાદીને ટિકિટના 3,300 રુપિયાની રકમ 9 ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ કરાયો છે. 20 ઓગસ્ટ 2022ના દિવસે દાખલ થયેલા કેસમાં આયોગે ચુકાદો આપ્યો છે.

શું હતી ઘટના ?

ફરિયાદી વ્યવસાયે વકિલ હતા. જેઓનો અમદાવાદ કોર્ટમાં કેસ હોવાથી ઉજ્જૈન થી અમદાવાદ આવવા માટે કોલકત્તા – અમદાવાદ  ફાસ્ટેસ્ટ એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ ટ્રેન નિર્ધારિત સમય કરતાં 3 કલાકથી વધુ મોડી પહોંચતા આયોગમાં દાવો કરાયો હતો. જે બાદ ફરિયાદીએ અમદાવાદની કોર્ટમાં કેસ હોવાથી જલ્દી પહોંચવા શાંતિ એક્સપ્રેસની જનરલ ટિકિટ 150ની એક એવી 2 ટિકિટ 300 રૂપિયાની લીધી હતી. ફરિયાદીને  શાંતિ એક્સપ્રેસમાં 7 કલાક ઉભા રહીને મુસાફરી કરવી પડી હતી. જેથી ફરિયાદીને  માનસિક અને શારિરીક ત્રાસ થયો હતો. ફરિયાદીએ ટિકિટના 3300 રિફંડ સાથે બંનેના વળતર પેટે 50,000 મેળવવા ફરિયાદ દાખલ કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video