બનાસ ડેરીના કારણે વારાણસીની મહિલાઓ આત્મનિર્ભર બનશે – શંકર ચૌધરી, જુઓ વીડિયો
વડા પ્રધાન મોદીએ આજે વારાણસીમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ છે. જેના પગલે TV9 ગુજરાતીએ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સાથે ખાસ વાતચીત કરી છે. શંકર ચૌધરીએ વારાણસીમાં સ્થાપવામાં આવેલ બનાસ ડેરીના પ્લાન્ટની વિશેષતાઓ જણાવી છે.
વડા પ્રધાન મોદીએ આજે વારાણસીમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ છે. લખનઉ, કાનપુર બાદ હવે વારાણસીમાં બનાસ ડેરીનું યુનિટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. બનાસ ડેરીનું ફલક ઉત્તર ગુજરાતથી ઉત્તર પ્રદેશ સુધી વિસ્તર્યું છે. વારાણસીની મહિલાનોને આર્થિક રીતે સધ્ધર બનાવવા આ ડેરીની શરૂઆત કરાઈ છે. ત્યારે TV9 ગુજરાતીએ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સાથે ખાસ વાતચીત કરી છે.
તેમણે જણાવ્યુ કે વારાણસીમાં બનાસ ડેરીના પ્લાટથી પૂર્વાંચલમાં દૂધક્રાંતિ શરુ થશે. આ સાથે જ જણાવ્યુ કે ઉત્તર પ્રદેશના લોકો અને સરકારને દૂધના વ્યવસાયમાં રસધરાવે છે. જે ત્યાંની મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. વારાણસીમાં બનાવવામાં આવેલો બનાસ ડેરીનો પ્લાન્ટ 10 લાખ લીટરનો પ્લાન્ટ છે. જેમાં દૂધ ,દહીં, છાશ, પનીર, લાલ પેંડા સહિતની ભારતીય મીઠાઈ આખા દેશમાં પહોંચશે.