PGP 2024 : ગુજરાતીઓ માટે યુગાન્ડાના દરવાજા ખુલ્લા, બિઝનેસમાં પાર્ટનરશીપ કરવા નિમિષા માધવાણીનો આવકાર

|

Feb 11, 2024 | 4:16 PM

આજે અમદાવાદ ખાતે યોજાયેલા પ્રવાસી ગુજરાતી પર્વ 2024માં મહાનુભવો ઉપસ્થિત રહ્યા છે. જેમાં High commissioner of Uganda in UK, નિમિષા માધવાણી હાજર રહ્યા છે. નિમિષા માધવાણીએ ગુજરાતીઓને યુગાન્ડામાં આવકાર્યા છે.

આજે અમદાવાદ ખાતે યોજાયેલા પ્રવાસી ગુજરાતી પર્વ 2024માં મહાનુભવો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં યુગાન્ડાના હાઈ કમિશનર એચ.ઇ. કુ. જોઈસ કિકાફુંડા હાજર રહ્યા છે. તેમજ High commissioner of Uganda in UK, નિમિષા માધવાણી હાજર રહ્યા છે. નિમિષા માધવાણીએ ગુજરાતીઓને યુગાન્ડામાં આવકાર્યા છે. આ સાથે જ જણાવ્યુ કે, યુગાન્ડાના હાઈ કમિશનર આપણી સાથે છે. જેઓ તમને 2 દિવસમાં વીઝા આપી દેશે અને તમે તમારો બિઝનેસ પણ એક મહિનામાં શરુ કરી શકો છો.

આ સાથે જ નિમિષા માધવાણીએ કહ્યુ કે યુગાન્ડામાં 35 હજાર ભારતીયો વસવાટ કરે છે. તેમણે કહ્યુ કે યુગાન્ડા ઈસ આયલેન્ડ ઓફ ઓપોર્ચ્યુનીટી. નિમિષા માધવાણીએ PGPના મંચ પર જણાવ્યુ કે, ગુજરાતી સાથે પાર્ટનરશીપ કરવામાં અમને રસ છે. તેમજ અમુલની ડેરી પણ નાખવી હોય તો અમે યુગાન્ડામાં આવકારીશું. યુગાન્ડામાં તમારે જેટલી પણ ગુજરાતી વાનગી ખાવી હોય તે તમામ મળી રહે છે.

Published On - 4:54 pm, Sat, 10 February 24

Next Video