સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતના ચકચારી ગેંગ રેપ કેસના બે નરાધમો પૈકી એકનું મોત નિપજ્યુ છે. શિવશંકર નામના આરોપીને શ્વાસની તકલીફ થતા એમ્બ્યુલન્સમાં લવાયો હતો જ્યા સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતુ. શ્વાસ લેવામાં મુશ્કેલીના કારણે આરોપીનું મોત થયુ હોવાનું અનુમાન છે.
વડોદરાના ભાયલી ગેંગ રેપની જેમ જ સુરતના માંગરોળમાં સગીરા સાથે દુષ્કર્મને અંજામ આપવામાં આવ્યો હતો. માંગરોળના બોરસરા ગામની સીમમાં તેના સાથી મિત્ર સાથે બેસેલી સગીરા પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યુ હતુ. પોલીસ ફરિયાદ બાદ ત્રણ પૈકી બે નરાધમોની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેમા એક આરોપીને જેલમાં પોલીસ કસ્ટડી દરમિયાન જ શ્વાસની તકલિફ થતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યા સારવાર દરમિયાન જ શિવશંકર નામના આ આરોપીઓ દમ તોડ્યો હતો.
હાલ પ્રાથમિક તપાસમાં શ્વાસની તકલીફના કારણે આરોપીનું મોત થયુ હોવાનું અનુમાન છે. જો કે મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે. હાલ આરોપીના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે રેપ કેસમાં બે આરોપી ઝડપાયા હતા. જે પૈકી શિવશંકરનું મોત થયુ છે.
પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરનારા ત્રણ પૈકી બે આરોપીની કરંજ ગામમાંથી ધરપકડ કરી હતી બંને આરોપીઓ મધ્યપ્રદેશના હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. કામરેજના DySP ની અધ્યક્ષતામાં સ્પેશ્યિલ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં 6 PIનો પણ સમાવેશ કરાયો છે. ધરપકડ સમયે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યુ હતુ. જેમા એક આરોપીને પગમાં ગોળી વાગી હતી. આરોપી-પોલીસ સામ-સામે આવ્યા બાદ ફાયરીંગ કરાયુ હતુ.
પોલીસે સગીરા સાતે હાજર રહેલા યુવકને ઘટનાસ્થળે લઈ જઈ તપાસ કરી જરૂરી પૂરાવા એકત્ર કર્યા હતા. ગત રાત્રે 11.15ની આસપાસ આ ઘટના બની હતી. સગીરા તેના મિત્ર સાથે સીમમાં બેઠી હતી ત્યારે અજાણ્યા ઈસમોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ સમયે કોઈપણ રીતે સગીરાનો સાથી મિત્ર ત્યાથી નાસી છૂટ્યો અને ગામલોકોની મદદ લેવા દોડ્યો હતો. ગામલોકોને લઈને એ ઘટનાસ્થળે પહોંચ્યો ત્યાં સુધીમાં નરાધમો ફરાર થઈ ચુક્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો