અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

| Edited By: | Updated on: Nov 11, 2024 | 12:33 PM

બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની થયેલી હત્યા અંગે બોપલ પોલીસે સીસીટીવીના આધારે હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માઈકાનો મૃતક વિદ્યાર્થી મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે. જેનુ નામ પ્રિયાંશુ જૈન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 

અમદાવાદના બોપલમાં માઈકા કોલેજના વિદ્યાર્થીની સામાન્ય વાતમાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ બનાવની વિગતો એવી છે કે, બોપલ નજીક આવેલ માઈકા કોલેજનો વિદ્યાર્થી, ગઈકાલે રાતે કોલેજમાં ઈન્ટરવ્યું હોવાથી શુટ સિવડાવવા માટે બોપલ ગયો હતો. શૂટ સિવડાવી પરત ફરી રહ્યો હતો ત્યારે કારમાં જઈ રહેલ વ્યક્તિ સાથે ટર્નિંગને લઈ તકરાર થઈ હતી.

આ બાબતને લઈને કારમાં સવાર વ્યક્તિએ, માઈકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન ઉપર છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે FSL ની મદદ લઈને ઘટનાસ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા છે.