Dahod Rain : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માછણ ડેમ છલોછલ ભરાયો, જુઓ Video
દાહોદ જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માછણ ડેમ છલોછલ ભરાયો છે. માછણ ડેમમાં 92 ટકાથી પાણીની આવક થઈ છે. કોઈ પણ સમયે માછણ ડેમ છલકાય તેવી શક્યતા છે. માછણ ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટર છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દાહોદ જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માછણ ડેમ છલોછલ ભરાયો છે. માછણ ડેમમાં 92 ટકાથી પાણીની આવક થઈ છે. કોઈ પણ સમયે માછણ ડેમ છલકાય તેવી શક્યતા છે. માછણ ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટર છે. જ્યારે હાલ માછણ ડેમનું જળસ્તર 277.20 મીટર છે. જો કે નીચાણવાળા વિસ્તારના 7 ગામોને એલર્ટ કરાયા છે.
તાપીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા
બીજી તરફ તાપી જિલ્લામાં ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. સતત 15 દિવસથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ડેમના 4 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ડેમનું પાણી તાપી નદીમાં છોડાતા સપાટી વધી શકે છે. તાપીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.