Gujarati Video : વડોદરાના મહુડી ભાગોળ વિસ્તારમાં ફાટ્યો ગેસનો બોટલ, આગ પર કાબૂ મેળવ્યો

| Edited By: | Updated on: Aug 24, 2023 | 2:12 PM

વડોદરાના ડભોઇમાં આજે એક રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાની ઘટના બની છે. મહુડી ભાગોળ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં એક ગેસના બાટલામાં અચાનક આગ લાગી છે. જો કે ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

 Vadodara : વડોદરાના ડભોઇમાં આજે એક રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાની ઘટના બની છે. મહુડી ભાગોળ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં એક ગેસના બાટલામાં અચાનક આગ લાગી છે. જો કે ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગે ગેસનો બાટલો ઘરની બહાર કાઢ્યો અને આગને ઓલવી હતી. ગેસનો બાટલો ફાટી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. સદનસીબે ઘટનામાં કોઇ પણ જાનહાનિ થઇ નથી. મકાનમાં રહેતા લોકોનો આબાદ બચાવ થયો છે.

આ પણ વાંચો : Vadodara : MS યુનિવર્સિટીમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત, હોસ્ટેલમાં મિત્રો સાથે વાત કરતા સમયે ઢળી પડ્યો, જુઓ Video

તો બીજી તરફ ભરૂચના જંબુસરમાં સારોદ ખાતે આવેલી PI કંપનીમાં કેમિકલ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં બ્રોમિલ કેમિકલ લીકેજ થતા 30 જેટલા કામદારોને અસર થઇ હતી. જે બાદ તેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો