Ahmedabad Video : ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડો. પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ

| Edited By: | Updated on: Nov 14, 2024 | 1:07 PM

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોતના કેસમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડો. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોતના કેસમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડો. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે. પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસની ધરપકડ કરી છે. તેને બોરિસણા ગામના 19માંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી.

એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટર પોલીસ સકંજામાં

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોતની ઘટનામાં મહેસાણાના કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટર પ્રસાદ વજીરાની,કાર્તિક પટેલ સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. તેમજ સંજય પટોડીયા, ચિરાગ રાજપૂત, રાજશ્રી પ્રદીપ કોઠારી સામે ફરિયાદ નોંધાવી છે.

બોરિસણા ગામના મૃતક દર્દીના પુત્રોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બંન્ને મૃતકોનાં પરિજનોએ અલગ અલગ ફરિયાદ નોંધાવી છે. PMJAY યોજનાનો ખોટો આર્થિક લાભ લેવાનો આરોપ કરવામાં આવ્યુ છે. આરોપીઓએ યોજનાનો લાભ લેવા કાવતરુ રચ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.