અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો કેસ, કોર્ટે પાંચેય આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યા
ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો કેસના આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પાંચેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ અને પંકિલ પટેલને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનના કેસ મામલે કોર્ટે પાંચેય આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યા છે. આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પાંચેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ અને પંકિલ પટેલને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના વધુ રિમાન્ડ માગ્યા નથી. જો કે, આરોપી ચિરાગ રાજપૂતની અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડના બીજા આરોપીઓની વાત કરીએ તો, રાજશ્રી કોઠારી હજુ પોલીસ પકડથી દૂર છે, જો કે, તેણે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. રાજશ્રી કોઠારી પર 3 ફરિયાદ નોંધાઈ છે. આગામી દિવસોમાં આગોતરા જામીન અંગે સુનાવણી કરવામાં આવશે. તો અગાઉ સંજય પટોડીયા પણ આગોતરા જામીન માગી ચૂક્યા છે.