Gandhinagar : ઉમિયાધામમાં 1500થી વધુ કારસેવકોનું અભિવાદન-સન્માન કરાશે, જુઓ Video
ઉમિયા ફાઉન્ડેશન, અખિલ ભારતીય સંત સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે કારસેવકોના અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે. 30 ઓક્ટોબર 1990 અને 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ અભિયાનમાં જોડાયેલા 1500થી વધુ કારસેવકોનું સન્માન કરવામાં આવશે.
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ ચુકી છે અને રામલલા મંદિરમાં બિરાજમાન થઈ ચુક્યા છે ત્યારે રામ મંદિર આંદોલનમાં પોતાનું સર્વસ્વ હોમી દેનારા કારસેવકોનું ઉમિયાધામ ખાતે સન્માન કરાશે. અમદાવાદના જેસપુર ખાતે ઉમિયાધામમાં આ સન્માન કાર્યક્રમ યોજાશે.
ઉમિયા ફાઉન્ડેશન, અખિલ ભારતીય સંત સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે કારસેવકોના અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે. 30 ઓક્ટોબર 1990 અને 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ અભિયાનમાં જોડાયેલા 1500થી વધુ કારસેવકોનું સન્માન કરવામાં આવશે.
કાર્યક્રમમાં સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખે કહ્યું કે રામ જન્મભૂમિ આંદોલનમાં જે તે સમયે ભાગ લેનાર કારસેવકોના બલિદાન અને તેમની લડતના કારણે આપણે પ્રભુ શ્રી રામ લલ્લાની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી શક્યા છીએ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો