અમદાવાદ : જાણીતા ત્રણ બિલ્ડર અને બ્રોકરને ત્યાં ITની કાર્યવાહી યથાવત, 1700 કરોડના જમીનના દસ્તાવેજ જપ્ત, જુઓ વીડિયો
ટોચના 3 બિલ્ડરના સ્ટાફના સભ્યો પર આવકવેરા વિભાગનું સર્ચ શરૂ છે. આવકવેરા વિભાગની કાર્યવાહી દરમિયાન કરોડો રુપિયાના બેનામી વ્યવહારો મળી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં શીપરમ, સેલડિયા અને અવિરત ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડતા કરોડો રુપિયાના બેનામી વ્યવહાર મળ્યા છે.
અમદાવાદમાં આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. જાણીતા 3 બિલ્ડર અને બ્રોકરને ત્યાં દરોડાની કાર્યવાહી યથાવત છે. ટોચના 3 બિલ્ડરના સ્ટાફના સભ્યો પર આવકવેરા વિભાગનું સર્ચ શરૂ છે. આવકવેરા વિભાગની કાર્યવાહી દરમિયાન કરોડો રુપિયાના બેનામી વ્યવહારો મળી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં શીપરમ, સેલડિયા અને અવિરત ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડતા કરોડો રુપિયાના બેનામી વ્યવહાર મળ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગે 1700 કરોડ રુપિયાના જમીનના દસ્તાવેજ જપ્ત કર્યા છે. રાજકારણીના નજીક સંબંધીને ત્યાંથી 200 કરોડના ગોટાળા મળ્યા હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે. બ્લીચકેમ કેમિકલ અને ધારા કેમિકલના કનેક્શનો રાજકારણી સુધી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે.મહત્વનું છે કે 40 સ્થળોએ ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો