Ahmedabad : ઈસ્કોન મંદિર વિવાદમાં પુત્રીએ ફગાવ્યા પિતાના આક્ષેપ, માતા – પિતા મારપીટ કરતા હોવાનો કર્યો ખુલાસો, જુઓ Video
અમદાવાદના ઈસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઈન વોશ થતુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. યુવતીના પિતાએ કરેલા આક્ષેપો અંગે પુત્રીએ સ્પષ્ટતા કરી છે. યુવતીએ ખુલાસો કરતા જણાવ્યુ છે કે તેને કોઈ પણ દબાણ વગર પોતાની ઈચ્છાથી લગ્ને કર્યા છે.

પિતા દ્વારા કરેલા તમામ આક્ષેપને દીકરીએ ફગાવ્યાં છે. માતા-પિતા ઘરે મારપીટ કરતા હોવાનો દીકરીએ આક્ષેપ કર્યો છે. માનસિક ત્રાસથી કંટાળીને ઘરેથી ભાગી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 3.62 લાખ રોકડા અને દાગીના લીધા હોવાના આક્ષેપ પણ ફગાવ્યાં છે.
સમગ્ર વિવાદમાં ઈસ્કોન મંદિરે આપી પ્રતિક્રિયા
જો કે સમગ્ર વિવાદમાં ઈસ્કોન મંદિરની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ઈસ્કોન મંદિર સામે કરવામાં આવેલા આક્ષેપ પાયાવિહોણા હોવાનું સામે આવ્યું છે. જે લોકો સામે આક્ષેપ કરેલા છે તે હાલ મંદિરમાં હાજર ન હોવાનું જણાવ્યુ હતુ. મંદિરમાં રહેતા અને સેવા આપનારા કોઈ પણ આમાં સમાવેશ નથી. પરિવાર અને પોલીસને પૂર્ણ સહયોગ કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે.