રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 20, 2024 | 12:41 PM

ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.સચિવાલયના તમામ વિભાગના કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે.

અર્ધ સરકારી કચેરી, બોર્ડ નિગમના કર્મચારીઓએ હેલ્મેટ પહેરવુ પડશે. તેમજ પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. જો કોઈ કર્મચારી હેલ્મેટ વગર ટુવ્હીલર પર આવશે તો કચેરીમાં પ્રવેશ નહીં મળે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ અમદાવાદ પોલીસ વિભાગના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું.

હેલ્મેટ વગર ટુવ્હીલર પર આવશે તો કચેરીમાં પ્રવેશ નહીં મળે

રાજ્યમાં વધતા જતા અકસ્માતના પગલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ અકસ્માતના આંકડા ઘટાડવા માટે રાજ્ય સરકારે હેલ્મેટ ફરજિયાત કર્યું છે. જેની શરુઆત સરકારી કર્મચારીથી કરી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારી અને કચેરીમાં આવતા તમામ લોકો માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. જો કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વગર ટુવ્હીલર પર આવશે તો કચેરીમાં પ્રવેશ નહીં મળે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે