આજનું હવામાન : દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

|

Jul 14, 2024 | 8:20 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમજ સુરત,ભરૂચ,નર્મદા,ડાંગ,તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત અમદાવાદ,અરવલ્લી,ખેડા,દાહોદ,પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

Next Video