રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા, શરદી – ઉધરસ સહિતના કેસમાં સતત થઈ રહ્યો છે વધારો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 18, 2024 | 4:31 PM

રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઋતુજન્ય રોગચાળો ફેલાયો છે. વાયરલ ફિવર સહિત શરદી ઉધરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છો. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળાનાં કેસમાં સતત વધી રહ્યાં છે.

મિશ્ર ઋતુની અસરને કારણે વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસમાં અચાનક વધારો થયો છે. તો બીજી તરફ પાલિકાએ લોકોને મચ્છરજન્ય રોગચાળા સામે સાવચેત રહેવા સૂચના આપી છે. મચ્છરના ઉપદ્રવ સામે પાલિકાની કામગીરી ચાલી રહી છે તે સિવાય મચ્છરજન્ય રોગચાળો વધુ વકરે નહીં તે માટે પગલા લેવાયા છે.

જાપાનનો રોગ જૂનાગઢમાં !

બીજી તરફ ગીર સોમનાથના તાલાળા ગામની 6 વર્ષની બાળકીમાં કાવાસાકીના લક્ષણો જોવા મળતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર કાવાસાકી રોગની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.