અમરેલીમાં પરપ્રાંતિય મજૂરોના 4 બાળકોના કારમાં ગૂંગળાઈ જવાથી મોત
માતા પિતા મજૂરીએ ગયા હતા. તે દરમિયાન પરિવારના ચાર બાળકો એક કારમાં રમતા રમતા બેસી ગયા હતા. વાડી વિસ્તારમાં બાળકો કારમાં બેસી ગયા બાદ, અંદરથી કાર લોક થઈ ગઈ હતી. જેમાં ચારેય બાળકોના ગૂંગળાઈ જવાથી કરુણ મોત નિપજ્યા હતા.
અમરેલીમાં રાંઢીયા ગામે, કારમાં ગૂંગળાઈ જવાથી ચાર બાળકોના કરૂણ મોત થયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમરેલીના રાંઢીયા ગામે ખેતરમાં મજૂરી કરવા માટે મધ્યપ્રદેશથી એક પરિવાર આવ્યો હતો. માતા પિતા મજૂરીએ ગયા હતા. તે દરમિયાન પરિવારના ચાર બાળકો એક કારમાં રમતા રમતા બેસી ગયા હતા. વાડી વિસ્તારમાં બાળકો કારમાં બેસી ગયા બાદ, અંદરથી કાર લોક થઈ ગઈ હતી. જેમાં ચારેય બાળકોના ગૂંગળાઈ જવાથી કરુણ મોત નિપજ્યા હતા.
જો કે આ ગમખ્વાર ઘટના 2 તારીખે બની હતી. જેમાં મધ્ય પ્રદેશના પરિવારના બે દીકરા અને 2 દીકરીઓના કરુણ મોત થયા છે. આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો પોલીસ એ ગુન્હો નોંધ્યો છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો પોલીસ એ ગુન્હો નોંધ્યો