Gandhinagar : દંતાલીમાં મિલકત બાબતે બબાલ થતા ફાયરિંગ, 1નું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Nov 09, 2024 | 12:18 PM

ગાંધીનગરના દંતાલીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વ આર્મીમેને પિતા- પુત્ર પર ફાયરિંગ કરતા પુત્રનું સ્થળે જ મોત થયું છે. ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકની હાલત વધારે ગંભીર છે.

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગાંધીનગરના દંતાલીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વ આર્મીમેને પિતા- પુત્ર પર ફાયરિંગ કરતા પુત્રનું સ્થળે જ મોત થયું છે. ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકની હાલત વધારે ગંભીર છે.

પોલીસે મુખ્ય આરોપી રમેશ ભરવાડની ધરપકડ કરી છે. ફાયરિંગ કરી પૂર્વ આર્મીમેન ફરાર થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસના કાફલાએ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સ્થળ પરથી ફૂટેલી કારતૂસ જપ્ત કરાઈ છે. પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.

બીજી તરફ જામનગરના કાલાવડના હરિપર મેવાસા ગામે ફાયરિંગ અને જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે ફટાકડા ફોડવાને લઈ બબાલ થઈ હતી. હરિપર મેવાસા ગામના જ 3 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હતુ. જેમાં 3 મહિલા સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.