ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ, જુઓ Video
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય તો જાહેર કરવામાં આવી છે છતાં જગતનો તાત રાતા પાણીએ રોવા માટે મજબૂર છે. આ વર્ષે અતિવૃષ્ટિને કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન થયું છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય તો જાહેર કરવામાં આવી છે છતાં જગતનો તાત રાતા પાણીએ રોવા માટે મજબૂર છે. આ વર્ષે અતિવૃષ્ટિને કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન થયું છે. જોકે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખવામાં આવ્યો છે.
ઓક્ટોબર મહિના પહેલાનું જે નુકસાન થયું હતું.એના માટે અધિકારીઓએ સર્વે કર્યો હતો. પરંતુ હજુ સુધી સહાય ન મળી હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. સહાયમાં જિલ્લાનું નામ જ ન આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ખેડૂતો ખૂબ જ નિરાશા સાથે આક્ષેપો કરી રહ્યાં છે કે અગાઉ થયેલા નુકસાનની મદદ મળી નથી અને હવે તો મદદની આશા પણ નથી. આ માવઠાનો માર સહન થાય એ માટે તો સરકાર કંઈ વિચારે દિવાળીનો તહેવાર પણ નજીક છે. ત્યારે ખેડૂતો માગ કરી રહ્યાં છે કે આ માવઠાથી થયેલા નુકસાનનું સર્વે કરાય અને સહાય ચૂકવાય તો ખેડૂતો શિયાળું પાકના વાવેતરની તૈયાર કરી શકે.