Dahod Breaking News : એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 27, 2023 | 3:22 PM

રામપુરા હાઈવે પર ગોંડલથી ગુલબાર જતી બસ આગળ જઈ રહેલા ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળથી અથડાઈ હતી. જેના કારણે એસટી બસ નજીકના ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં ડ્રાઈવર સહિત 10 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Dahod : દાહોદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં ડ્રાઈવર સહિત 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગોંડલથી ગુલબાર જતી બસને રામપુરા હાઈવે પર અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો Dahod Video : વિદ્યાર્થીનીઓ પર અત્યાચારની વધુ એક ઘટના, દાહોદની ઉ.બુનિયાદી કન્યા વિદ્યાલયનો વીડિયો વાયરલ

મળતી માહિતી અનુસાર રામપુરા હાઈવે પર બસની આગળ જઈ રહેલા ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બસ અથડાઈ હતી. જેના કારણે એસટી બસ નજીકના ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં 10 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 27, 2023 11:38 AM