દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ

| Edited By: | Updated on: Oct 08, 2024 | 7:24 PM

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ગુજરાતના સર્વાગી વિકાસના વિવિધ આયામ અને માર્ગદર્શન મેળવ્યું હતું.

ગુજરાતના મુખ્યપ્રધાનથી દેશના વડાપ્રધાન પદ સુધી નરેન્દ્ર મોદીએ સેવાક્ષેત્રે 23 વર્ષ પૂર્ણ કર્યાના બીજા દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ગુજરાતના સર્વાગી વિકાસના વિવિધ આયામ અને માર્ગદર્શન મેળવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે, હરિયાણામાં સતત ત્રીજીવાર ભાજપની ભવ્ય જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે, દિલ્હી યાત્રા દરમિયાન, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે પણ મુલાકાત કરી હતી. બંધારણીય અને રાષ્ટ્ર નિર્માણના વિવિધ મુદ્દાઓ પર ઓમ બિરલા સાથે ચર્ચા કરી હતી.