રૂપાણી સરકારે જમીન કૌંભાડ આચર્યું હોવાનુ કહેનાર કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી

| Edited By: | Updated on: Oct 01, 2024 | 5:51 PM

ગુજરાત વિધાનસભાના તત્કાલિન વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, દંડક સી.જે. ચાવડા અને ઉપનેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ યોજીને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું હોવાના કથિત આક્ષેપો કર્યા હતા.

ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે કરોડો રૂપિયાનુ જમીન કૌંભાડ આચર્યું હોવાનુ પત્રકાર પરિષદમાં કહેનારા કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય, સી જે ચાવડા ( હાલમાં સી જે ચાવડા ભાજપમાં છે. ) શૈલેષ પરમાર અને સુખરામ રાઠવાએ કોર્ટમાં બિનશરતી માફી માગી છે. કોર્ટમાં કહ્યું કે, માત્ર રાજકારણના ભાગ રૂપે આ નિવેદન કરાયું હતું. અમારી પાસે જમીન કૌંભાડના કોઈ આધાર પુરાવા નથી. આ અમારી ભૂલ હતી. કોર્ટમાં બિનશરતી માફી માગ્યા બાદ, ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, બદનક્ષીની અરજી પાછી ખેંચી લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ 2022 માં વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા, ઉપનેતા અને દંડક સામે ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. કોંગ્રેસ દ્વારા વિજય રૂપાણીએ સત્તા દરમિયાન કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કર્યાની પત્રકાર પરિષદ કરી આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, દંડક સી.જે. ચાવડા અને ઉપનેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ યોજીને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું હોવાના કથિત આક્ષેપો કર્યા હતા.

જેનાં પગલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વકીલ મારફતે ગાંધીનગરના 7માં એડિશનલ સિનિયર જજ કે.ડી પટેલની કોર્ટમાં પત્રકાર પરિષદ યોજનાર કોંગ્રેસના નેતાઓ સામે બદનક્ષીનો દાવો કર્યો હતો. જે કેસની પહેલી સુનાવણી 4 માર્ચ 2022 માં ગાંધીનગર કોર્ટમાં યોજાઈ હતી.