BZ મામલે તપાસમાં એક બાદ એક નવા ખુલાસા, ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી BZ કૌભાંડ ચર્ચામાં છે. BZ કૌભાંડમાં દિવસે દિવસે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલા લોકો સાથે વાતચીત કરવા માટે VIP નંબરનો ઉપયોગ કરતો હોવાનો ખુલાસો થયો છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી BZ કૌભાંડ ચર્ચામાં છે. જેની તપાસ CIDને સોંપવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં દિવસે દિવસે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલા લોકો સાથે વાતચીત કરવા માટે VIP નંબરનો ઉપયોગ કરતો હોવાનો ખુલાસો થયો છે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર VIP નંબર પર 450 કરતા વધુ લોકોના વિગત સામે આવી છે. જોકે CIDએ VIP નંબરના કોલર્સની તપાસ હાથ ધરી છે.
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પર કરતો હતો વાતચીત
કેટલાક લોકોના નિવેદન અને ફોન કરવાનાં કારણ પૂછાયા હતા. હિંમતનગર, ગાંધીનગર સહિતના કેટલાક લોકોને કોલ કરવાના કારણ પૂછાયા હતા. અંગત નંબર પર ફોન કરનારા કોલર્સ સીઆઈડીની પૂછપરછથી ફફડી ઉઠ્યા છે. કેટલાક રાજકીય, અધિકારીઓ અને સરકારી કર્મચારીઓના નામ કોલ લીસ્ટમાં સમાવેશ હોવાનું સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે. એક બાદ એક તમામ કોલર્સની સામાન્ય પૂછપરછ કરાઈ હતી. શિક્ષક અને ઓફિસ બોયની આકરી પૂછપરછ બાદ ખુલાસા થવા લાગ્યા છે.