બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અમદાવાદમાં ઠેરઠેર વિરોધ, જુઓ Video

| Edited By: | Updated on: Dec 04, 2024 | 8:01 PM

બાંગ્લાદેશની વર્તમાન ઘટનાઓના વિરોધમાં અમદાવાદમાં વિવિધ સ્થળે આજે એટલે કે 04 ડિસેમ્બરના રોજ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં જયશ્રી રામ અને હિંદુ બચાવોના નારા સાથે આશ્રમ રોડ ખાતે ધરણા પ્રદર્શન સહિત ઇસ્કોન ચાર રસ્તા ખાતે માનવ સાકળ અને બાઈક રેલી યોજાઈ હતી.

ઇસ્કોનના હિંદુ સંત ચિન્મય પ્રભુની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વસતા હિંદુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. આક્રોશ બાદ આંદોલન અને વિરોધ પ્રદર્શનો પણ થયા. જો કે, હવે હિંદુઓ જ કટ્ટરપંથીઓની હિંસાનો શિકાર બની રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ ખતરામાં છે ત્યારે હિંદુ બચાવોના નારા સાથે અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા.

બાંગ્લાદેશની વર્તમાન ઘટનાઓના વિરોધમાં અમદાવાદમાં વિવિધ સ્થળે આજે એટલે કે 04 ડિસેમ્બરના રોજ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં જયશ્રી રામ અને હિંદુ બચાવોના નારા સાથે આશ્રમ રોડ ખાતે ધરણા પ્રદર્શન સહિત ઇસ્કોન ચાર રસ્તા ખાતે માનવ સાકળ અને બાઈક રેલી યોજાઈ હતી. આ ઉપરાંત ગોતા ચાર રસ્તા, ગાંધી આશ્રમ, વિસત ચાર રસ્તા, ઈસનપુર, શાહીબાગ, બાપુનગરમાં ધરણા પ્રદર્શન યોજ્યા હતા અને બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસાનો વિરોધ નોંધાવ્યો હતો.