Surat Video : મજૂરાગેટ નજીક તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકાએ આપી નોટિસ, સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો નેગેટિવ
તિરુપતિ અપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકાએ નોટિસ આપી છે. સુરતના તિરુપતિ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા પાલિકાએ રહેવાસીઓને અપાર્ટમેન્ટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડતા નોટિસ ફટકારવામાં આવી છે.
સુરતના મજૂરાગેટમાં મેટ્રોની નજીક આવેલા અપાર્ટમેન્ટ ખાલી કરાવવા માટે નોટિસ આપવામાં આવી છે. તિરુપતિ અપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકાએ નોટિસ આપી છે. સુરતના તિરુપતિ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા પાલિકાએ રહેવાસીઓને અપાર્ટમેન્ટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડતા નોટિસ ફટકારવામાં આવી છે.
મજૂરાગેટ પર મેટ્રો કામગીરીને પગલે ત્રણ બિલ્ડિંગનો સરવે કરવામાં આવ્યો છે. બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહીંવત હોવાના કારણે નોટિસ આપવામાં આવી છે. બિલ્ડિંગ જૂનું હોવાની સાથે જ કોલમના અનેક ભાગોમાં તિરાડો પડી છે. સ્થળ તપાસમાં ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી. જો કે મેટ્રોની કામગીરી સમયે પાઇપ નાંખવામાં આવે તો બિલ્ડિંગને જોખમ થાય છે.