Surat : પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે, રોષે ભરાયેલા સ્થાનિકોએ બસમાં કરી તોડફોડ- જુઓ Video
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના પાંડેસરા BRTS રૂટમાં ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર સામે અકસ્માતની ઘટના બની હતી.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના પાંડેસરા BRTS રૂટમાં ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર સામે અકસ્માતની ઘટના બની હતી. રોડ ક્રોસ કરી રહેલા શખ્સને BRTS ચાલકે અડફેટે લીધો હતો. ઘટના બનતાની સાથે જ અકસ્માતનો ભોગ બનનાર પીડિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત થતા જ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. પાંડેસરા પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
શ્વાન વચ્ચે આવતા કારને નડ્યો અકસ્માત !
બીજી તરફ સુરતના બારડોલીના બાબેન ગામની સીમમાં કારનો અકસ્માત થયો છે. શ્વાન વચ્ચે આવી જતા કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં પાંચ લોકો પૈકી એકનું મોત થયુ છે. પાંચેય યુવકો કેટરસના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યુ છે. યુવકો ગરબા રમવા માટે જઈ રહ્યાં હતા ત્યારે 5 યુવક પૈકી 3 મહારાષ્ટ્રના અને 2 નવસારીના હોવાનું સામે આવ્યુ છે. ઘટનામાં 5 પૈકી એકનું મોત થયુ છે. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે.