હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડાને લીધે ગુજરાતમાં માવઠાના એંધાણ, જુઓ Video

|

Oct 24, 2024 | 1:19 PM

દાના વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે. આહવા, વલસાડ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસર રહેશે.

હાલ ભારતમાં દાના વાવાઝોડાનું સંકટ છે, આ વચ્ચે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે વધુ ત્રણ વાવાઝોડા આવવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે વધુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતા દર્શાવી છે. જેમાંથી એક વાવાઝોડુ ગુજરાતમાં અસર વર્તાવશે તેવુ જણાવ્યુ છે.

દાના વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે. આહવા, વલસાડ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસર રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ દાના વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સરહદના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. 26 ઓક્ટોબર સુધી દાના વાવાઝોડાની અસર જોવા મળશે.

આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં એક પછી એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા દર્શાવી છે. તેમણે જણાવ્યુ કે નવેમ્બર, ડિસેમ્બરમાં પણ વાવાઝોડું આવવાની સંભાવના છે. સાથે જ જણાવ્યુ કે ત્રીજા વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ વર્તાશે. વાવાઝોડાને લીધે ગુજરાતમાં માવઠાના એંધાણ છે.

Next Video