મજાકે જીવ લીધો! એક કર્મચારીએ બીજાના શરીરના ગુપ્ત ભાગે એર કંમ્પ્રેશરની પાઈપ ભરાવી દેતા મોત

| Edited By: | Updated on: Nov 04, 2023 | 4:46 PM

બે કર્મચારીઓ વચ્ચેની મજાકમાં એકે જીવ ગુમાવવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વટવાની જીઆઈડીસીમાં કામના સમય દરમિયાન મજાક કરતા એકે બીજાના શરીરના ગુપ્ત ભાગે એર કંપ્રેશરની પાઈપ ભરાવી દીધી હતી. હવાના વધારે દબાણને લઈ યુવકના શરીરના આંતરીક અંગોમાં ઈજાઓ થવાને લઈ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. ઘટનાને લઈ વટવા પોલીસે સાઅપરાધ માનવવધનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.

અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વટવા જીઆઈડીસીમાં એક ખાનગી કંપનીમાં બે કર્મચારીઓ મજાકના મૂડમાં હતા. આ દરમિયાન એક કર્મચારીએ બીજા યુવકના ગુપ્ત ભાગે એર કમ્પ્રેશરની પાઈપ ભરાવી દીધી હતી. જેને લઈ અન્ય યુવકને હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. યુવકે સારવાર દરમિયાન દમ તોડી દેતા વટવા પોલીસે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ નકલી દવાઓનો કારોબાર, સુરતના વિશાલ ગાંધી સહિત 4 સામે હિંમતનગર પોલીસે FIR નોંધી

બે કર્મચારીઓ વચ્ચેની મજાકમાં એકે જીવ ગુમાવવો પડ્યો છે. એક એ બીજા કર્મચારીના ગુપ્ત ભાગે એર કમ્પ્રેશરની પાઈપ ભરાવી દેવાઈ હોવાથી શરીરના આંતરીક અંગોમાં ભારે નુક્શાન પહોંચ્યુ હતુ. જેને લઈ યુવક પંકજ રાયનુ મોત નિપજ્યુ હતુ. વટવા પોલીસે હવે અન્ય કર્મચારી પ્રકાશ સામે સાઅપરાધ માનવ વધની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published on: Nov 04, 2023 04:45 PM