Rathyatra 2024 : રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રાનો વાજતે ગાજતે પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 22, 2024 | 8:59 AM

ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જળયાત્રાનો પ્રારંભ થયો છે.ભગવાન જગન્નાથજી નિજ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી છે.જેમાં ગજરાજાઓ તેમજ વિવિધ ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા.

ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જળયાત્રાનો પ્રારંભ થયો છે.ભગવાન જગન્નાથજી નિજ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી છે.જેમાં ગજરાજાઓ તેમજ વિવિધ ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે.

આ શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જશે.જ્યાં સંતો-મહંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં ગંગા પૂજન અને આરતી યોજાશે. ગંગાપૂજન બાદ સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે. આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરવામાં આવશે અને ત્યારબાદ મહાજલાભિષેક કરવામાં આવશે.

આ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી ગણેશજીના સ્વરૂપમાં અતિવિશિષ્ટ ગજવેશ શણગાર ધારણ કરી ભક્તોને દર્શન આપશે.આ મહોત્સવ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગદગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજ, ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિત અન્ય પ્રધાનો, સંસાદો, ધારાસભ્યો અનો કોર્પોરેટ સહિતના આગેવાનો હાજર રહેશે.મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત અગ્રણીઓ હાજર રહેશે.

પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી જળયાત્રા બાદ મોસાળમાં 15 દિવસ રહેવા જાય છે. ત્યારે આજે તેઓ ભાઈ બલરામ અને બનેહ સુભદ્રાજી સાથે સાંજે મોસાળમાં જશે.આ પ્રસંગે મંદિરથી સરસપુર સુધી ભક્તો તેમને શોભાયાત્રા સ્વરૂપે સરસપુર લઈ આવશે.આ યાત્રા સંપૂર્ણ સરસપુર વિસ્તારમાં ફરશે અને મોડી સાંજે ભગવાન રણછોડરાય મંદિરમાં પધરામણી કરશે.જ્યાં દરરોજ સવાર સાંજ ભગવાનને અલગ અલગ વાનગીનો મનોરથ ધરાવવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો