અમદાવાદ વીડિયો : DEO દ્વારા શાળાના બાળકો માટે નવી પહેલ, શહેરની 100 શાળામાં મૂકવામાં આવશે ‘સંવેદના બોક્સ’
અમદાવાદમાં DEO દ્વારા શાળાના બાળકો માટે નવી પહેલ કરવામાં આવી છે. શહેરની 100 શાળાઓમાં ‘સંવેદના બોક્સ’ મૂકવામાં આવ્યા છે. તેમજ ‘સંવેદના બોક્સ’ મારફતે વિદ્યાર્થીઓ વ્યક્તિગત પ્રશ્નો પૂછી શકે છે.
અમદાવાદમાં DEO દ્વારા શાળાના બાળકો માટે નવી પહેલ કરવામાં આવી છે. શહેરની 100 શાળાઓમાં ‘સંવેદના બોક્સ’ મૂકવામાં આવ્યા છે. તેમજ ‘સંવેદના બોક્સ’ મારફતે વિદ્યાર્થીઓ વ્યક્તિગત પ્રશ્નો પૂછી શકે છે.બોક્સમાં આવતા પ્રશ્નોના નિકાલ માટે દરેક શાળામાં 2 શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે. ‘સારથી પ્રોજેક્ટ’ માટે 100 શાળાના 200 શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે.
સ્થાનિક કે દૂરના પ્રવાસ માટે મંજુરી લેવી ફરજિયાત
બોટકાંડ બાદ અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ વડોદરા બોટ દુર્ઘટના પછી શાળાઓ સામે કડક વલણ અપનાવ્યુ છે. પ્રવાસને લઇ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ સ્થાનિક કે દૂર બંને પ્રવાસની DEO કક્ષાએ મંજુરી લેવા અંગે પણ સૂચના આપવામાં આવી છે. તેમજ વાહનના ડોક્યુમેન્ટ વાહન એક્ટ મુજબ હોવા જરૂરી છે.