ભાજપના હર્ષદ રિબડિયા બાદ હવે દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ, ગણાવ્યો વિકાસ માટે અવરોધરૂપ- Video

|

Oct 04, 2024 | 5:15 PM

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોન બનાવવાને લઈને ભાજપના નેતાઓનો જ વિરોધનો સૂર જોવા મળ્યો છે. પહેલા હર્ષદ રિબડિયાએ ખૂલીને સામે આવ્યા, હવે દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનને વિકાસ માટે નડતરરૂપ ગણાવ્યો છે અને નોટિફિકેશન રદ કરવા માગ કરી છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોન બનાવવાને લઈને હર્ષદ રિબડિયા બાદ હવે ભાજપના દિલીપ સંઘાણીએ પણ વિરોધનો સૂર છેડ્યો છે. સંઘાણીએ ઈકો સેન્સિટિવ ઝોનને વિકાસ માટે નડતરરૂપ ગણાવ્યો. અને નિટોફિકેશન રદ કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યુ કે ઈકો સેન્સિટીવ ઝોન વિકાસ માટે અવરોધ ઉભો કરે છે અને તેના કારણે ખેડૂતોને મુશ્કેલી આવી શકે છે. સંઘાણીએ આ મામલે સરકારને ફેર વિચારણા કરવા પણ જણાવ્યુ છે. તેમણે કહ્યુ કે આ બાબતે લોકોની માગનેતેઓ સરકાર સુધી જરૂરથી પહોંચાડશે.

દિલીપ સંઘાણીએ જણાવ્યુ કે ગ્રામ્ય વિકાસને અને ખેડૂતોને મુશ્કેલીમાં મુકે તેવી હાલ પ્રાથમિક માન્યતાઓ લોકોની છે અને મને પણ લાગે છે કે તેમા કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. સરકારે આ નોટિફિકેશન રદ કરીને નિર્ણય પરત લેવો જોઈએ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:09 pm, Fri, 4 October 24

Next Video