વડોદરાના ભાયલી ગેંગરેપના આરોપીઓને કોર્ટમાંથી પરત થયા ત્યારે લોકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ Video

| Edited By: | Updated on: Oct 09, 2024 | 5:01 PM

વડોદરાના ભાયલી ગેંગરેપના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે લોકોએ નરાધમો પર ટપલીદાવ કર્યો હતો. ત્યારે વડોદરાની કોર્ટમાં નરાધમોને જોતા જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

વડોદરાના ભાયલી ગેંગરેપના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે લોકોએ નરાધમો પર ટપલીદાવ કર્યો હતો. ત્યારે વડોદરાની કોર્ટમાં નરાધમોને જોતા જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસે ઓળખ પરેડ બાદ આરોપીઓને કોર્ટમાંથી પરત લઈ જતી વખતે હાજર લોકો સહિત વકીલ આલમમાં પણ જોરદાર રોષ જોવા મળ્યો અને આરોપીઓ વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આરોપીઓના જીવને જોખમ સર્જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

ઉધનામાં 6 વર્ષની બાળકી સાથે દુકાનદારે કર્યો અડપલા

બીજી તરફ સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બાદ ઉધનામાં 6 વર્ષની બાળકી સાથે અડપલા કર્યાની ઘટના બની છે. બાળકી સામાન લેવા દુકાનમાં પહોંચી હતી ત્યારે દુકાનદારે બાળકી સાથે અડપલા કર્યાં હતા. બાળકીએ પરિજનોને જાણ કરતા રોષ ફેલાયો હતો. સ્થાનિકોએ દુકાનદારને મેથીપાક ચખાડ્યો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે છેડતીબાજ દુકાનદારની ધરપકડ કરી છે. તો ઉધના પોલીસે દુકાનદાર વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.