ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત, 2 ઈજાગ્રસ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Dec 21, 2024 | 2:15 PM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે આજે અમદાવાદ, ભાવનગરમાં અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 1 મહિલા સહિત 3 લોકોના મોત નીપજ્યું છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં વધુ એક વાર અકસ્માતની ઘટના બની છે. સિંધુ ભવન રોડ પર આવેલી મેંગો રેસ્ટોરન્ટ સામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 વ્યક્તિને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

હુડકો ત્રણ રસ્તા પર અકસ્માતમાં મહિલાનું મોત

બીજી તરફ અમદાવાદમાં ડમ્પરની અડફેટે મહિલાનું મોત થયુ છે. હુડકો ત્રણ રસ્તા સિંગરવા પાસે અકસ્માતમાં 33 વર્ષીય મહિલાનું મોત થયુ છે. રોડ ક્રોસ કરતી વખતે અકસ્માતનો ભોગ બની. પૂરપાટ આવતા ડમ્પરે મહિલાને અડફેટે લીધી. ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક કાળુલાલ મીણાની ધરપકડ કરી છે.

ભાવનગરમાં ડમ્પરની અડફેટે 2 લોકોના મોત

ભાવનગર જિલ્લામાં ફરી એક વાર ડમ્પરનો કહેર જોવા મળી રહ્યો છે. ગારિયાધારમાં ડમ્પરની અડફેટે બાઇક પર સવાર 2 લોકોના મોત થયા. એક કિશોર અને એક યુવકનુ મોત થયુ, ગારીયાધારથી નવાગામ જતા સમયે આ ઘટના બની.