પાકિસ્તાનમાં પ્રેમિકાને મળવા જતો યુવક કચ્છના ખાવડાથી ઝડપાયો, પોલીસે કરી અટકાયત-Video

| Edited By: | Updated on: Sep 26, 2024 | 1:46 PM

મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરનો એક યુવક પાકિસ્તાન તેની પ્રેમિકાના મળવા માટે કચ્છથી ભારત-પાકિસ્તાન બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે સમયે પોલીસે તેને પકડી પાડી પુછપરછ હાથ ધરી હતી.

કચ્છના ખાવડા ગામેથી જમ્મુ કાશ્મીરનો યુવક પકડી પાડવામાં આવ્યો છે. આ યુવક ભારત-પાકિસ્તાનની સરહદ પાર કરીને પાકિસ્તાન જવા ઈચ્છતો હતો, જે માટે તે કચ્છમાં આવ્યો હતો. યુવક દેશની સીમા ઓળંગી પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા જવાનો હતો જોકે તે બોર્ડર ક્રોસ કરે તે પહેલા જ ખાવડા પોલીસે યુવકને પકડી લીધો હતો અને તેની પુછપરછ હાથ ધરી હતી.

ભારત-પાકિસ્તાન બોર્ડર ક્રોસ કરવા જઈ રહ્યો હતો યુવક

મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરનો એક યુવક પાકિસ્તાન તેની પ્રેમિકાના મળવા માટે કચ્છથી ભારત-પાકિસ્તાન બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે સમયે પોલીસે તેને પકડી પાડી પુછપરછ હાથ ધરી હતી. ખાવડા પોલીસે યુવાકને અટકાવી પૂછપરછ કરી જેમાં પોલીસ તથા એજન્સીની પૂછપરછમાં કંઈ સામે ન આવતા યુવકને જવા દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવક માનસિક અસ્વસ્થ હોવાનું પણ સામે આવ્યું હતુ જે બાદ કોઈ જાતની કાર્યવાહી કર્યા વગર યુવકને છોડી દાવાયો હતો.

પોલીસે અટકાયત કરી પુછપરછ હાથ ધરી

ખાવડા પોલીસને આ યુવકની જાણ થતા જ તેને પકડી લીધો હતો અને તેની પુછપરછ શરુ કરી દીધી હતી તે સાથે કેટલીક એજન્સીઓ પણ તેની પુછપરછમાં લાગી ગઈ હતી, પણ આ દરમિયાન યુવક પાસે કઈ મળ્યું ન હતુ તેમજ તેની સાથે પુરપરછમાં કઈ પણ સામે ન આવતા યુવકને છોડી દેવામાં આવ્યો. જોકે યુવક પ્રાથમિક દ્રષ્ટિ એ માનસીક રીતે અસ્વસ્થ હોવાનું પણ સામે આવ્યું છે.