Anand : ‘7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ’, ક્ષત્રિય સમાજના સંમેલનમાં આગેવાનનો હુંકાર, જુઓ Video

| Edited By: | Updated on: May 02, 2024 | 9:45 AM

પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ છેડાયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ધર્મરથ અને અસ્મિતા સંમેલન યોજી રહ્યા છે, ત્યારે આણંદમાં અસ્મિતા મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાએ મોટુ નિવેદન આપ્યુ છે.

ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાએ કહ્યુ કે, આપણે ભાજપના હરીફ ઉમેદવારને જ મત આપવાનો છે. પરશોત્તમ રૂપાલાના કારણે આજે સમાજ એક થયો છે. જો રૂપાલાની ટિકિટ કાપી હોત તો આપણે એક ન થયા હોત. ભવિષ્યમાં ક્ષત્રિયો ભેગા થઈ પક્ષ બનાવે તો નવાઈ નહીં.

આ પણ વાંચો-PM નરેન્દ્ર મોદીનો TV9 સાથે એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ, બંધારણ, અનામત અને બંગાળ સહિત આ મુદ્દાઓ પર આપ્યો જવાબ

પી. ટી. જાડેજાએ નિવેદન આપ્યુ કે 7 તારીખ (ગુજરાતમાં લોકસભા ચૂંટણી) સુધી સપનામાં પણ રૂપાલા જ આવવો જોઈએ. “આગામી સમયમાં 50 લાખ લોકોનું સંમેલન બોલાવવામાં આવશે.