Vadodara : ગોધરાની કાજીવાળા શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું એક મહિનાની સારવાર દરમિયાન મોત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 21, 2024 | 4:56 PM

વડોદરા જિલ્લાના ગોધરા પંથકની એક શાળામાં વિદ્યાર્થિનીનું દાઝી જતા સારવાર દરમિયાન મોત થયુ હોવાની ઘટના બની છે. પીડિત વિદ્યાર્થીનીનું છેલ્લા એક મહિનાથી સારવાર ચાલી રહી હતી.ધોરણ 8માં ભણતી 13 વર્ષિય ખુશ્બુ નામની આ વિદ્યાર્થિનીનું મોત થયુ છે.

વડોદરા જિલ્લાના ગોધરા પંથકની એક શાળામાં એક મહિના પહેલા દાઝેલી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.  પીડિત વિદ્યાર્થીનીની છેલ્લા એક મહિનાથી સારવાર ચાલી રહી હતી. ધોરણ 8માં ભણતી 13 વર્ષિય ખુશ્બુ નામની આ વિદ્યાર્થિનીનું મોત થયુ છે. 1 મહિનો વીતવા છતા પોલીસે FIR ન નોંધી હોવાની પરિવારજનોની રાવ છે. હાલ વિદ્યાર્થિનીના મોતથી પરિવારજનોમાં ભારે આક્રોષની સ્થિતિ છે અને શાળા સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

એક મહિના પહેલા બની હતી આ ઘટના

ગોધરાની કાજીવાળા શાળામાં ભણતી વિદ્યાર્થિની 16 ઓગસ્ટના રોજ દાઝી ગઇ હતી જે બાદ તેને બારોબાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવાઇ હતી. પીડિત વિદ્યાર્થીનીને બારોબાર સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

માતાનું કહેવું છે કે, પિતાના અવસાન બાદ દીકરીને મોટી કરી. પરંતુ, તેની સાથે દુર્ઘટના બની. સારવાર માટે પણ તેમને દેવું કરવું પડ્યું છે. તેમણે કહ્યું કે, શાળામાં શું થયું. ઘટના કેવી રીતે બની? કેવી રીતે વિદ્યાર્થિની આટલી દાઝી ગઇ. તે અંગે કોઇ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. એક મહીનો વીત્યો છતાં, પોલીસે પણ કોઇ ફરિયાદ લીધી નથી. જેને લઇ પરિવારમાં આક્રોશ છે. મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. તેમની માગ છે કે શાળાના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરીને પગલાં ભરવામાં આવે.