Jamnagar : ફટાકડાએ કરાવી બબાલ, 2 જૂથ વચ્ચે અથડામણ થતા 7 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Nov 02, 2024 | 9:10 AM

જામનગરમાં પણ આવી જ એક જૂથ અથડામણની ઘટના બની છે. દિવાળીના ફટાકડા ફોડવા બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થયુ હતુ. દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બંન્ને જૂથના 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

રાજ્યમાં કેટલીકવાર જૂથ અથડામણની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જામનગરમાં પણ આવી જ એક જૂથ અથડામણની ઘટના બની છે. દિવાળીના ફટાકડા ફોડવા બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થયુ હતુ. દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બંન્ને જૂથના 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા જ જામનગર શહેર પોલીસ ટીમ દોડી આવી હતી. પોલીસ દ્વારા 2 પક્ષ સામે વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરના ગજ્જર ચોકમાં 24 વર્ષીય યુવાનની હત્યા

બીજી તરફ ભાવનગરમાં દિવાળીની રાત્રે અસામાજિક તત્વો બેખૌફ થયા છે. દિવાળીની રાત્રે ભાવનગરમાં એક નહીં ત્રણ-ત્રણ હત્યાની ઘટના બની છે. શહેર અને જિલ્લામાં ત્રણ હત્યાના બનાવો બનતા હાહાકાર મચ્યો છે. ફટાકડા ફોડવા બાબતે અને અંગત અદાવતમાં ત્રણ હત્યા થઈ હોવાનું સામે આવ્યુ છે.

ગંગાજળિયા વિસ્તારના ગજ્જર ચોકમાં 24 વર્ષીય યુવાનની હત્યા છે. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની પોલીસને શંકા છે. શહેરના ઘોઘારોડ વિસ્તારના યોગીનગરમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા થઈ હતી. ફટાકડા ફોડવાની ના પાડતા આધેડની હત્યા કરવામાં આવી હતી. ઘોઘાના હાથબ ગામ ફટાકડા ફોડવાની ના પાડતા આધેડની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. હાથબ ગામના 45 વર્ષીય આધેડે ફટાકડા ફોડવાની ના પાડતા હત્યા કરાઈ હતી. પોલીસે તમામના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Published on: Nov 01, 2024 01:26 PM