Valsad Rain: ઉપરવાસમાં ભારે વરસાદને લઇ જિલ્લાની તમામ નદીઓ વહી રહી છે બે કાંઠે , 67 રસ્તાઓ કરાયા બંધ, જુઓ Video

|

Aug 04, 2024 | 1:12 PM

વલસાડ જિલ્લાના વાપી, પારડી, ઉંમરગામ, કપરાડા, ધરમપુર તાલુકાના 67 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. લો- લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થવાથી પંચાયત હસ્તકના 65 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

ઉપરવાસમાં ભારે વરસાદને લઇ વલસાડની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. વલસાડ જિલ્લાના વાપી, પારડી, ઉંમરગામ, કપરાડા, ધરમપુર તાલુકાના 67 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. લો- લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થવાથી પંચાયત હસ્તકના 65 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વલસાડ પંથકમાં ભારે વરસાદને લઇ નદીઓના પાણી લો લેવલના બ્રિજ ફરી વળતા રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે. તેમજ મોટાભાગની નદીઓ ભયજનક સપાટીની નજીક વહી રહી છે.

નદીકાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની પાર, પૂર્ણા, અંબિકા, કાવેરી, મીંઢોળા, ઔરંગા અને દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે નવસારી અને વલસાડ જિલ્લાના આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે. પૂર્ણા નદીની સપાટી 18 ફૂટ પહોંચી છે. જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. અંબિકા નદીની સપાટી 23 ફૂટ પહોંચી છે. આ નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે. તેમજ કાવેરી નદીની સપાટી 14 ફૂટ પહોંચી છે.ભયજનક સપાટી 19 ફૂટ છે.

Next Video