મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, સારવાર હેઠળ ખસેડાયા, જુઓ વીડિયો
ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ મહેસાણામાં સામે આવ્યાં છે. બે બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળવાને લઈ તેમને તાત્કાલીક સારવાર માટે ખસેડવામા આવ્યા છે. એક બાળક વરેઠા અને બીજું ડાભલા ગામનો હોવાનું સામે આવ્યું છે. એક બાળકને વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યાં છે. બે બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળવાને લઈ તેમને તાત્કાલીક સારવાર માટે ખસેડવામા આવ્યા છે. એક બાળક વરેઠા અને બીજું ડાભલા ગામનો હોવાનું સામે આવ્યું છે. એક બાળકને વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જ્યારે બીજા બાળકને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બંને બાળકોના સેમ્પલ લઈ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. બંને સેમ્પલના રિપોર્ટ અંગે હવે રાહ જોવામાં આવી રહી છે. હાલતો બાળકને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. વરેઠા અને ડાભલા ગામમાં આરોગ્ય વિભાગની ટીમોએ પહોંચીને સ્ક્રિનીંગ સહિતની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ, ચાંદીપુરા વાઇરસને લઈ તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો