Rajkot : યાજ્ઞિક રોડ પર મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત, જુઓ Video
રાજકોટમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ પર મોડી રાત્રે બે કાર વચ્ચે ટક્કર થઇ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો છે, જેના પરથી જ અકસ્માત કેટલો ગંભીર હશે તે જાણી શકાય છે.સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી.

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર મોડી રાત્રે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. બંને કાર એક બીજા સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. જો કે મોટી દુર્ઘટના ટળી ગઇ છે. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ કાર ચાલક નશાની હાલતમાં હોવાની શંકા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો- બનાસકાંઠા: કોંગ્રેસ છોડી ગયેલા ઠાકોર સમાજના આગેવાનોને ગેનીબેને લીધા આડેહાથ, જુઓ
મહત્વનું છે કે ગઇકાલે પણ રાજકોટમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. રાજકોટમાં ટ્રાફિક બ્રિગેડ જવાનનો એક વીડિયો વાયરલ થયો છે. રાજકોટના ગોંડલ રોડ ફાટક પાસેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બાઈક પર સવાર ટ્રાફિક બ્રિગેડના જવાને અકસ્માત સર્જ્યો છે.ટ્રાફિક બ્રિગેડના જવાને દારૂના નશામાં અકસ્માત સર્જયો હતો. જયદીપ પરમાર નામ ટ્રાફિક જવાને અકસ્માત સર્જયો હતો. જેમાં તેમને માથાના ભાગમાં ઈજા થઈ હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો