Surat : હજીરામાં સામે આવ્યું આંતરરાષ્ટ્રીય યાર્ન કૌભાંડ, બંને મુખ્ય સૂત્રધારો હાલ પોલીસ પકડથી દૂર
આરોપીઓએ એક લાખમાં જમીન ભાડે લઈ ગોડાઉન બનાવ્યું હતુ. જ્યાં એક કરોડનું યાર્ન કાઢીને ગુણમાં માટી ભરી દીધી હતી. જ્યારે હજીરા સ્થિત અદાણી પોર્ટ પર કન્ટેનરનું વજન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
સુરતના હજીરામાં આંતરરાષ્ટ્રીય યાર્ન કૌભાંડ સામે આવ્યું છે. ચીન મોકલાતા કન્ટેનરમાંથી યાર્ન કાઢીને માટી ભરવામાં આવતી હતી. ચીન મોકલાતા 50 કન્ટેનરમાંથી યાર્ન કાઢીને માટી ભર્યાનો ખુલાસો થયો છે. કૌભાંડના બે મુખ્ય સૂત્રધાર છે. એક રાંદેરનો અલી નાખુદા અને બીજો મોહસીન છે. બંને મુખ્ય સૂત્રધારો હાલ ફરાર છે. આરોપીઓએ એક લાખમાં જમીન ભાડે લઈ ગોડાઉન બનાવ્યું હતુ. જ્યાં એક કરોડનું યાર્ન કાઢીને ગુણમાં માટી ભરી દીધી હતી. જ્યારે હજીરા સ્થિત અદાણી પોર્ટ પર કન્ટેનરનું વજન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે કૌભાંડ આચરવા આરોપીઓએ પોતાના ચાર ડ્રાઈવરોને કંપનીમાં મૂક્યા હતા.
એક કરોડનું યાર્ન કાઢીને ગુણમાં માટી ભરી દીધી
આ પહેલા પણ સુરતના હજીરા અદાણી પોર્ટ પરથી કોલસો ભરી ઝઘડિયાની UPL કંપનીમાં ડિલિવરી કરવાને બદલે બારોબાર વેચી 5 લાખ રૂપિયાની રોકડી કરી લેનાર કિરણ ટ્રાન્સપોર્ટના માલિક સહિત બે ડ્રાઈવરો સામે હજીરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. UPL કંપનીને વેસ્ટ મટિરીયલ સપ્લાય કરાતા આખુ ષડયંત્ર બહાર આવ્યું હતુ.