Kam Ni Vaat : રોજના 50 રુપિયાના રોકાણથી ખેડૂતોને મળશે 35 લાખ રૂપિયાનું રિર્ટન, જાણો સરકારની મહત્વપૂર્ણ ગ્રામ સુરક્ષા યોજના વિશે

|

Apr 05, 2023 | 7:37 AM

ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણકારોને બોનસ અને લોનની સુવિધા આપવામાં આવે છે. પરંતુ લોનની સુવિધા ત્યારે જ મળી શકે છે જ્યારે લાભાર્થી 4 વર્ષથી રોકાણ કરી રહ્યા હોય.

ગ્રામીણ ભારત (Rural India) આપણા અર્થતંત્ર (economy) માં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. અહીંના લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી (Farming) છે. ત્યારે ગ્રામીણ ભારતને સક્ષમ અને સમૃદ્ધ બનાવવા માટે સરકાર (Central Govt) અનેક પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત લોકોની આવક વધે તે માટે પણ સરકાર ગ્રામીણ વિકાસની ઘણી યોજનાઓ ચલાવે છે. આવી જ એક યોજના પોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેમાં દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરીને, લાભાર્થીઓને પાકતી મુદત પર 35 લાખ રૂપિયાનું વળતર મળી શકે છે…પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું સુરક્ષિત રોકાણ (Safe investment) માનવામાં આવે છે. અહીં રિસ્ક ફેક્ટર ઓછું છે અને રિટર્ન સારું છે…આવો અમે તમને એવી સ્કીમ જણાવીએ જેમાં ઓછામાં ઓછું રિસ્ક છે તથા રિટર્ન સારું છે. આ યોજનાનું નામ છે ગ્રામ સુરક્ષા યોજના. તો ચાલો જાણીએ કામની વાતમાં આ યોજના હેઠળ તમને કયા લાભ મળી શકે છે તે.

ગ્રામ સુરક્ષા યોજનાના લાભો

  1. ગ્રામ સુરક્ષા યોજના એ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી યોજના છે
  2. જેમાં 19 વર્ષથી 35 વર્ષ સુધીના ભારતીય નાગરિક અરજી કરી શકે છે
  3. ગ્રામ સુરક્ષા યોજનામાં 10,000 રૂપિયાથી લઈને વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ (investment) કરી શકાય છે
  4. જો તમે ઇચ્છો તો, તમે આ યોજનામાં દર મહિને, ત્રણ મહિને, છ મહિને અથવા દર વર્ષે હપ્તાઓમાં રોકાણ કરી શકો છો
  5. આ સ્કીમ હેઠળ ખાતાધારકે દરરોજ 50 રૂપિયા એટલે કે દર મહિને 1500 રૂપિયાનું રોકાણ કરવું પડશે
  6. મેચ્યોરિટી પર 31 લાખથી 35 હજાર રૂપિયાનું રિટર્ન (Return) મળશે
  7. આ સાથે, જો લાભાર્થી 80 વર્ષની વયે મૃત્યુ પામે છે, તો તેના નોમિની (nominee)ને બોનસની સાથે સંપૂર્ણ રકમ આપવામાં આવશે

આ ઉપરાંત આ યોજના હેઠળ ખાતાધારકને લોન અને બોનસનો પણ લાભ મળે છે..

લોન અને બોનસનો લાભ

ગ્રામ સુરક્ષા યોજનામાં, રોકાણકારોને બોનસ (Bonus) અને લોનની સુવિધા આપવામાં આવે છે. પરંતુ લોનની સુવિધા ત્યારે જ મળી શકે છે જ્યારે લાભાર્થી 4 વર્ષથી રોકાણ કરી રહ્યા હોય. ખાતાધારક રોકાણના 5માં વર્ષથી બોનસ અને લોનનો લાભ લઈ શકે છે.આ ઉપરાંત જો ખાતાધારક રોકાણ દરમિયાન જ સરન્ડર કરવા માંગે છે, તો આ સુવિધા 3 વર્ષ પછી ઉપલબ્ધ થશે

હવે કેવી રીતે મળશે યોજનાનો લાભ તે પણ સમજી લો

પૈસા ક્યારે મળશે

– પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના હેઠળ 80 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર 35 લાખ રૂપિયાની રકમ મળશે
– આ સિવાય લાભાર્થી પાકતી મુદત પહેલા રકમ પણ ઉપાડી શકે છે
– જેમાં 55 વર્ષ માટે રોકાણ પર, 31 લાખ 60 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે
– 58 વર્ષની મુદત માટે રોકાણ કરવા પર, 33 લાખ 40 હજાર રૂપિયા મળશે.
– 60 વર્ષની પરિપક્વતા પર, 34 લાખ 60 હજાર રૂપિયાની સંપૂર્ણ રકમ આપવામાં આવશે

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો વધુ માહિતી માટે ભારતીય પોસ્ટની અધિકૃત સાઇટની મુલાકાત લઈ શકો છો. ઉપરાંત તમે નજીકની પોસ્ટ ઓફિસનો પણ સંપર્ક કરી શકો છો.

Next Video