Monsoon 2024 : રેલવે પાટા પર ભરાયેલા વરસાદી પાણીમાંથી ટ્રેન કાઢવા રેલ કર્મચારીએ પાણીમાં ચાલીને એન્જિનને બતાવ્યો ટ્રેક, જુઓ વાયરલ વીડિયો
MP ના કટનીમાં ભારે વરસાદ બાદ બધું પાણીમાં ડૂબી ગયું છે. ઘરો, રસ્તાઓ અને રેલ્વે ટ્રેક, બધે પાણી જ પાણી દેખાય છે. રેલવે ટ્રેક પર પાણી ભરાયા બાદ રેલવે કર્મચારીઓ ટ્રેક પર ચાલીને ટ્રેનનો રસ્તો બતાવી રહ્યા છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કટનીના સલીમનાબાદ સ્થિત ઈમાલિયા રેલવે ગેટ કટની જબલપુર રેલવે વિભાગ પર પાણી ભરાવાને કારણે પાટા પાણીમાં ડૂબી ગયા હતા. પાટા પર પાણી આવવાના કારણે રેલ્વે પ્રશાસન પણ સતર્ક બની ગયું હતું અને સાવચેતીના પગલારૂપે રેલ્વે કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા હતા.
પાણી ભરેલા પાટા પરથી ટ્રેનોને કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવી રહી છે અને રેલ્વેના કર્મચારીઓ ટ્રેનની આગળ ચાલતા જોવા મળી રહ્યા છે અને રેલવે ટ્રેક પર એકઠા થયેલા પાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.